Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 212 of 253
PDF/HTML Page 224 of 265

 

background image
સિદ્ધ બુદ્ધ સુવિશુદ્ધ મુક્તિમગ,
પ્રાપ્ત કરે પદ તેરાવિ૦
અકલ અમૂરતિક અવિનાશી તું,
આતમરૂપ ઉજેરા;
અલખ નિરંજન અકલ અકાયી,
અસહાયી પદ તેરાવિ૦
અજરામર ચિદ્ઘન અનહારી,
અભિધા શબ્દ અનેરા;
દીનબંધુ હે દીન દયાનિધિ,
જ્ઞાનસિંધુ તુંહી ચેરાવિ૦
અનોપમ અનોપમ આત્મરમણતા,
જ્ઞાનવિલાસ પ્રકાશા;
અવિચલ અવિચલ ઉદય આનંદા,
અનુભવ ચિદ્ વિકાસાવિ૦
અતિશય અતિશય પ્રભુગુણવૃંદા,
નિઃસંગી નિરબાધા;
આતમ આતમ અસંખ્ય પ્રદેશે,
પાયા ધર્મ આગાધા.વિ૦
અશરણ શરણ હો ભવભય હર્તા,
ચેતનમય ચિત્તવંતા;
પ્રભુગુણ પ્રભુગુણ રંગે રસિયા,
સેવક દર્શનવંતા.વિ૦
૨૧૨ ][ શ્રી જિનેન્દ્ર