શ્રી સીમંધાર જિન – સ્તવન
(આવેલ આશા ભર્યા – રાગ)
સમવસરણ બેસી કરી રે બારહ પરિષદમાંહી રે.
સુખકર સાહિબા.
વસ્તુસ્વરૂપ પ્રકાશતારે, કરુણાકર જગનાથ — સુખ૦
ગુણ પર્યાય અનંતતારે, નિર્મળ ગુણગણ ખાણ — સુખ૦
સીમંધરપ્રભુ દિવ્યવાણીરે, સાધકને સુખરૂપ — સુખ૦
ભાવે ભવિયણ ભેટતા રે, આપે વાંછિત વૃંદ — સુખ૦
અહો અહો જિન તાહરી રે, રિદ્ધિ અનંતી ક્રોડ — સુખ૦
સુરનરના જે રાજવી રે, પ્રણમે બે કર જોડ — સુખ૦
ચક્રીની પણ રિદ્ધિથી રે, ઉત્કૃષ્ટી તુજ નાથ — સુખ૦
કનક રતન સિંહાસને રે, દિવ્ય વૃષ્ટિ દિનરાત — સુખ૦
માનસ્તંભની (ધર્મસ્તંભની) શોભા અપાર અહો,
સમવસરણ સુવિશાલ — સુખ૦
મણિ રતન સોવન તણિ રે, અષ્ટ ભૂમિ ઝાકઝમાળ — સુખ૦
સો ઇન્દ્રો પ્રભુ સેવતા રે, સેવે પરષદા બાર — સુખ૦
તુજ સેવક ચરણે નમે રે, દીજે સિદ્ધિ રસાલ — સુખ૦
અસ્તિસ્વભાવ જે રુચિ થઈ રે, ધ્યાતો અસ્તિસ્વભાવ – સુખ૦
આત્મસ્વરૂપ પદ તે લહે રે, પરમાનંદ જમાવ — સુખ૦
સ્તવનમાળા ][ ૨૧૩