શ્રી સીમંધાર જિન – સ્તવન
(રાગ – ભરથરી)
ધન્ય દિવસ ધન્ય આજનો,
ધન ધન ઘડી તેહ;
ધન્ય સમય પ્રભુ માહરો, દરિશણ દીઠું આજ;
મન લાગ્યું રે મારા નાથજી
સુંદર મૂરત દીઠી તાહરી, કેટલે દિવસે આજ;
નયન પાવન થયા માહરા, પાપતિમિર ગયા ભાજ – મન૦
સાચો ભક્ત જાણીને, કરુણા ધરો મનમાંહ્ય,
સેવક પર હિત આણીને, ધરી હૃદય ઉમાહ – મન૦
નિર્મળ સેવા આપીએ, ભવના બુઝેરે તાપ,
હવે દરિશણ વિરહ મત કરો, મેટો મનનો સંતાપ – મન૦
ઘણું ઘણું શું કહીએ તુમને, તુમે ચતુર સુજાણ,
મુજ મનવાંછિત પૂરજો, વ્હાલા સીમંધરનાથ – મન૦
❑
માનસ્તંભ સ્તવન
(છંદ ત્રિભંગી)
દિશિ ચારિ સુહાવન અતિહી પાવન મન હુલાસન જાન કહી,
લખિ માનસ્તંભા હોત અચમ્ભા તહ જિનબિંબા પૂજ ચહી;
સુરપતિ સુર હૂજે જિનપદ પૂજે આનંદ હૂજે મોદ લહી,
ખગ નર મુનિ આવૈં પૂજ રચાવૈં જિનગુણ ગાવૈં દાસ તહી.
૨૧૪ ][ શ્રી જિનેન્દ્ર