સ્તવનમાળા ][ ૧૧
સ્વ પર વિવેક મંત્રી પુનીત,
સ્વ રુચિ વરતાયો રાજનીત;
જગ વિભવ વિભાવ અસાર એહ,
સ્વાતમ સુખરસ વિપરીત દેહ. ૨
તિન નાશન લીનો દ્રઢ સંભાર,
શુદ્ધોપયોગ થિત ચરણ સાર;
નિર્ગ્રંથ કઠિન મારગ અનૂપ,
હિંસાદિક ટારન સુલભ રૂપ. ૩
દ્વયવીસ પરીસહ સહન વીર,
બહિરંતર સંયમ ધરણ ધીર,
દ્વાદશ ભાવન દશ ભેદ ધર્મ,
વિધિનાશન બારહ તપ સુ પર્મ. ૪
શુભ દયા હેત ધરિ સમિતિ સાર,
મન શુદ્ધ કરણ ત્રય ગુપ્ત ધાર;
એકાકી નિર્ભય નિસ્સહાય,
વિચરો પ્રમત્ત નાશન ઉપાય. ૫
લખિ મોહ શત્રુ પરચંડ જોર,
તિસ હનન શુક્લ દલ ધ્યાન જોર;
આનંદ વીરરસ હિયે છાય,
ક્ષાયક શ્રેણી આરંભ થાય. ૬
બારમ ગુણથાનક તાહિ નાશ,
તેરમ પાયો નિજપદ પ્રકાશ;