ઓગણીસ છેતાલીસ વૈશાખે, દ્વિતીય ચંદ્ર સૂર્ય વારે,
ઝળહળ જગમાં ભાનુ પ્રકાશ જન્મ્યા કા’નકુંવર ગુરુરાજ;
માતા ઉજમબા કુખ નંદ જન્મ્યો, ભારતનો આ ચંદ – ધન્ય.
પ્રભુ નિર્મળ બાળ લીલાએ, તું વધીયો વિવેક ભાવે,
રહેતો અંતરથી ઉદાસ, અદ્ભૂત એવી તારી વાત – ધન્ય.
કુંદામૃત પાન પીધાં, નિજ આતમ કાજ કીધાં,
જિનની સાચી રાખી ટેક, જાગ્યો સત્ય સુકાની દેવ;
તારી મહિમા અપરંપાર, તારા શા કરીએ સન્માન – ધન્ય.
પ્રભુ જ્ઞાન ખજાના ખીલ્યા, તુજ આતમમાંહી પ્રકાશ્યા,
દીપે બાહ્યાંતર ગુરુરાજ, જગમાં સત્ય પ્રકાશનહાર – ધન્ય.
શોભે જન્મભૂમિનાં સ્થાન, જન્મ્યા લાડીલા ગુરુ કહાન,
ધન્ય ધન્ય માતપિતા કુળજાત, જન્મ્યો જગનો તારણહાર;
મારો આતમનો આધાર, જન્મ્યો જગનો તારણહાર – ધન્ય.
સીમંધર સુત જન્મ્યા, ગગનમાં વાજાં વાગ્યાં,
ઇન્દ્રો આનંદમંગળ ગાય, જન્મ્યા કા’નકુંવરગુરુરાજ;
માતા ઉજમબાના લાલ, જય જયકાર જગતમાં આજ – ધન્ય.
જગમાં બહુ હતાં અંધારાં, સૂઝે નહિ મારગ સાચા,
સાથી સાચો જાગ્યો કા’ન, જગમાં સત્ય પ્રકાશનહાર – ધન્ય.
પ્રભુ મંગળમૂર્તિ તમારી, દર્શન હર્ષ અપારી,
વંદન હોજો અગણિત વાર, જગમાં સત્ય પ્રકાશનહાર – ધન્ય.
❑
૨૨૦ ][ શ્રી જિનેન્દ્ર