શ્રી ગુરુદેવ – સ્તવન
બ્હેની આજ આનંદ મારે ઉર ઘણો,
નયને નીરખ્યા શ્રી સદ્ગુરુદેવ, બલિહારી કુંવર કહાનને૦
પ્રભુએ જન્મભૂમિને પાવન કરી,
ધન્ય ઉમરાળાનાં અહોભાગ્ય...બલિહારી૦
તાત મોતીચંદ મૌક્તિક સમા,
ધન્ય ધન્ય ઉજમબાની કુખ...બલિહારી૦
પ્રગટ્યા કહાન કુંવર તેને આંગણે,
પૂર્ણચંદ્ર સમાન જેનું મુખ...બલિહારી૦
ભ્રમ ટાળ્યો જગતનાં જીવનો,
કર્યો જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ...બલિહારી૦
તાપ ત્રિવિધમાં તપતા જીવને,
જેનાં વચન કિરણ સુખરાશ...બલિહારી૦
આવાં અનુપમ સુખ અમને આપજો,
માગે ज्येष्ठ સદા તમ દાસ...બલિહારી૦
ભાવના
સફલ હો ધન્ય ધન્ય વા ધરી,
જબ ઐસી અતિ નિરમલ હોંસી પરમ દશા હમરી. ટેક
ધાર દિગંબર દીક્ષા સુંદર,
ત્યાગ પરિગ્રહ અરિ.
સ્તવનમાળા ][ ૨૨૧