શ્રી આદિનાથ જિન – સ્તવન
અમરનયરી સમ નયરી અયોદ્ધા,
નાભિનરેન્દ્ર વસે જિન બુદ્ધા
સુરપતિ મેરુ શિખર લઈ ધરિયા,
કનક – કલશ ક્ષીરોદક ભરિયા. ૧
તસ પટરાણી મરુદેવી માયા,
યુગપતિ આદિ જિનેશ્વર જાયા,
સુરપતિ મેરુશિખર.... ૨
ચૈત માસ અભિષેક જુ કરિયા,
અષ્ટોતર શત કુંભ જુ ધરિયા;
સુરપતિ મેરુશિખર.... ૩
ભવિકન જલધારા સંચરિયા,
લલિત કલોલ ધરન ઊતરીયા,
સુરપતિ મેરુશિખર.... ૪
જય જયકાર સુરન ઊચરિયા,
ઇન્દ્ર ઈન્દ્રાણી સિંહાસન ધરિયા;
સુરપતિ મેરુશિખર.... ૫
અંગ અનંગ વિભૂષણ ધરિયા,
કુંડલ હાર હરિત-મણિ જડિયા,
સુરપતિ મેરુશિખર.... ૬
૨૩૦ ][ શ્રી જિનેન્દ્ર