ૠષભ નામ શત મુખ વિસ્તરિયા,
કમલનયન કમલાપતિ કહિયા,
સુરપતિ મેરુશિખર.... ૭
યુગલા ધરમ નિવારણ કરિયા,
સુર નર નિકર ગંધોદક ભરિયા;
સુરપતિ મેરુશિખર.... ૮
રતન કચોલ કુમારન ભરિયા,
જિન – ચરણાંબુજ પૂજત હરિયા;
સુરપતિ મેરુશિખર.... ૯
હિમ હિમાંશુ ચંદન ઘન સરિયા,
ભૂરિ સુગંધ ગંધ પરસરિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૦
અક્ષત અક્ષત વાસ લહરિયા,
રોહિણિકંત કિરણ સમસરિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૧
દેખત રુચિકર અમર નિકરિયાં,
પંચ-મુષ્ટિ જિન આગે ધરિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૨
સુંદર પારિજાતક મોગરિયા,
કમલ બકુલ પાટલ કુમુદરિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૩
સ્તવનમાળા ][ ૨૩૧