કાનજીસ્વામીનો મુમુક્ષુજગત ઉપર એ મહાન અનુપમ ઉપકાર
છે કે એમણે આપણને અંતરમાં નિજ-શુદ્ધાત્મદ્રવ્યનો અર્થાત્
નિજ જ્ઞાયકદેવનો અને બહારમાં, જ્ઞાયકદેવને દેખાડનાર
વીતરાગ સર્વજ્ઞ જિનદેવનો અચિંત્ય અપાર મહિમા સમજાવ્યો.
તેમના સદ્ધર્મવૃદ્ધિકર પુનિત પ્રતાપે જ દેશવિદેશમાં વસતા
મુમુક્ષુસમાજમાં શુદ્ધાત્મતત્ત્વપ્રમુખ અનેકાન્તસુસંગત
અધ્યાત્મવિદ્યા તેમ જ શુદ્ધામ્નાયાનુસાર જિનેન્દ્રપૂજાભક્તિની
રસભીની પ્રવૃત્તિ, અંતરમાં તાત્ત્વિક લક્ષ સહિત, નિયમિત ચાલી
રહી છે. તેમના અધ્યાત્મવિદ્યાપ્રમુખ પવિત્ર પ્રભાવનાયોગની
દેશવિદેશવ્યાપી મંગળ સરિતાનો જ્યાંથી ભવ્ય ઉદ્ગમ થયો તે
(તેમની પવિત્ર સાધનાભૂમિ) શ્રી સુવર્ણપુરી તો અનેક વિશાળ
મનોહર જિનાયતનોથી અતીવ સુશોભિત દર્શનીય ‘અધ્યાત્મ-
અતિશયક્ષેત્ર’ બની ગયું છે.
ભક્તિપ્રસંગે ઉપયોગી થાય, એવાં ભાવભીનાં ભક્તિગીતોનું આ