Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 265

 

background image
[ ૪ ]
સંકલન ‘જિનેન્દ્ર-સ્તવનમાળા’રૂપે ટ્રસ્ટ તરફથી જે પ્રકાશિત થાય
છે, તે કેટલાક સમયથી અપ્રાપ્ય હોવાથી તથા મુમુક્ષુ-સમાજમાં
તેની માંગ હોવાથી તેની આ સાતમી આવૃત્તિ પ્રકાશિત કરવામાં
આવે છે.
શ્રી ભગવાન મહાવીર
નિર્વાણ કલ્યાણક દિન
વિ.સં. ૨૦૬૫
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ૦ જૈન સ્વાધયાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-
જેમના મુખનું દર્શન કરવાથી ભક્તજનોના
નેત્રોની ચંચળતા નષ્ટ થાય છે અને સ્થિર થવાની
આદત વધે છે અર્થાત્ એકદમ ટકટકી લગાવીને
જોવા લાગે છે, જે મુદ્રા જોવાથી કેવળી ભગવાનનું
સ્મરણ થઈ જાય છે, જેની સામે સુરેન્દ્રની સંપત્તિ
પણ તણખલા સમાન તુચ્છ ભાસવા લાગે છે, જેના
ગુણોનું ગાન કરવાથી હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય
છે અને જે બુદ્ધિ મલિન હતી તે પવિત્ર થઈ જાય
છે. પંડિત બનારસીદાસજી કહે છે કે જિનરાજના
પ્રતિબિંબનો પ્રત્યક્ષ મહિમા છે. જિનેન્દ્રની મૂર્તિ
સાક્ષાત્ જિનેન્દ્ર સમાન સુશોભિત લાગે છે.
શ્રી નાટક સમયસાર