Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 48 of 253
PDF/HTML Page 60 of 265

 

background image
૪૮ ][ શ્રી જિનેન્દ્ર
અબ સુણો સહુ સંદેશ, પ્રભુ આદેશ,
સદા સુખકારી; જીવન મેં વોઈ સહારા.
શ્રી જિનસ્તવન
(લાખ લાખ દીવડાની આરતી ઉતારજો)
ક્રોડ ક્રોડ વંદન અમારા સ્વીકારજો,
અંતરમાં ભાવનાએ થાય;
વારી જાઉં પ્રભુને ઓવારણાં,
સેવકની અરજી આ દિલમાંહી ધારજો,
કેમ કરી દર્શન પમાય,
વારી જાઉં પ્રભુને ઓવારણાં.
અંગે અંગે એ જ ઉઠે વિચારણા,
ડગલે પગલે એના આવે સંભારણા;
પામું પ્રભુ ચરણ પાય,
વારી જાઉં પ્રભુને ઓવારણાં.
આવો આવો નાથ દર્શન દેખાડજો,
સેવક સદા દિલ રહાય,
વારી જાઉં પ્રભુને ઓવારણાં.
શ્રી જિનસ્તવન
તેરી રાહ ધરકે, ભવ પાર કરકે,
મુઝે આના તુમારે આંગના,
મુઝે આના તુમારે૦
મન સ્થિર કરકે, તેરા ધ્યાન ધરકે,