૫૪ ][ શ્રી જિનેન્દ્ર
અંતર મંથનસે જ્યોત જગે;
જ્ઞાન — અમૃત — રસ છલકે,
ચૌગતિ જીવન ફેરા હટ જાયે,
સેવક શાશ્વત સુખ મિલે પીછે ક્યા? કૃપા કરો૦ ૪
શ્રી જિન – સ્તવન
(તમે થોડા થોડા થાવ)
તમે રૂડા રૂડા, તમે રૂડા રૂડા ધ્યાવો વીતરાગી,
ઓ આત્મ તમે રૂડા રૂડા ધ્યાવો વીતરાગી;
લગાવી ધ્યાનની ધૂન બનો ત્યાગી. ઓ આત્મ૦ ૧
જિનરાગી વિરાગી, સદ્ભાગી સહુ બનો,
મોહ માયાને ઝટ હણો;
અહા, કર્મ કેરો કેર જાય ભાગી. ઓ આત્મ૦ ૨
કરો સત્ધર્મનો ચટકો ને, વિભાવોને પટકો;
તેથી આતમ જ્યોત જાય જાગી. ઓ આત્મ૦ ૩
પ્રભુનું મુખ સોહે પૂનમનો ચંદ્ર મોટો,
ચહેરો અજબ એવો જેનો નહિ જગ જોટો;
એવા પ્રભુના ચરણોનો બનો રાગી. ઓ આત્મ૦ ૪
પ્રભુનાં દર્શનમાં લ્હેરો લેહરાવો;
ઊંચી ઊંચી ભાવના એ ચિત્તમાં જગાવો;
આત્મસ્વરૂપમાં રહે લાગી. ઓ આત્મ૦ ૫