Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 55 of 253
PDF/HTML Page 67 of 265

 

background image
સ્તવનમાળા ][ ૫૫
શ્રી જિનસ્તવન
(પારેવડા જાજે વીરાના દેશમાંએ રાગ)
હો ભવીયા પામી અમૂલ્ય જિનવાણી,
હો ભવીયા પામી અમૂલ્ય ગુરુવાણી;
તું ઉતરજે અંતરમાંહી....હો ભવીયા૦
ત્રિભુવન દીપક જિનની સેવા, અખૂટ ગુણના મેવા લેવા;
સેવીએ આ સત્ધર્મવાણી....હો ભવીયા૦
દીપ જ્ઞાનનો ઘટમાં જગાવી, દર્શનશુદ્ધિ નિર્મળ પામી;
સુણીએ એ દિવ્ય જિનવાણી....હો ભવીયા૦
વિશ્વ વિલોચન તારણહારી, કલ્પ વયણ છે ચમકત તારી,
અહો મનવાંછિત દેનારી...હો ભવીયા૦
વિશ્વભરની એ પુનિત વાણી, ગુણગણગંગ પ્રવાહ નિશાની;
અહો ઉજમબા માત સુતવાણી....હો ભવીયા૦
અમૂલ્ય રહસ્ય પરમાગમના, જ્ઞાન કપાટ ખોલીને બતાવ્યા;
ગુરુ કહાને અમૃત રેલાવીયા...હો ભવીયા૦
ચૈતન્યદેવના હાર્દ તપાસનારી, ગુણના સૂક્ષ્મ ભાવો જણાવનારી;
એ અદ્ભુત ગુરુ કહાન વાણી....હો ભવીયા૦
ચોબાજુથી સૂક્ષ્મ પટ ખોલનારી, નિત નિત આનંદ મંગલકારી;
ગુરુ કહાન વાણી ભવ તારી....હો ભવીયા૦