Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 253
PDF/HTML Page 68 of 265

 

background image
૫૬ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી જિનવાણીસ્તવન
સુણો સીમંધર જિનની વાણ, એ ભવોદધિ તારણહાર,
સુણો કુંદકુંદદેવની વાણ, એ આતમ તારણહાર;
સુણો કહાન ગુરુની વાણ, ચૈતન્ય ઝળકાવણહાર,
જ્ઞાન વિકસાવનારી વાણી અહો, જડ ચૈતન્ય ભેદાવનાર,
વાણી અહો.
તારા ભાવે પૂજન કરૂં આજ, જય જિનવાણી અહો,
તારા ભાવે પૂજન કરૂં આજ, જય ગુરુવાણી અહો;
ત્રણ લોકમાં ઉદ્યોત કરનારી અહો, મહા મંગળ મહોત્સવ,
દેનારી અહો.
તારા લાલનપાલન કરૂં આજ, જય જિન (ગુરુ) વાણી;
જ્યાં રત્નત્રય તોરણ ઝૂલે અહો, એવા મુક્તિ મંડપ
રચનારી અહો.
અનંત આનંદરસ દેનાર જય ગુરુવાણી અહો,
ગુરુ જ્ઞાન ગુંજારવ કાને આવે, આ ચૈતન્યમાં રણકાર
જાગી ઊઠે;
મારું હૈયું આનંદે ઉભરાય....જય ગુરુવાણી અહો,
ગુરુ પર્યાયે પર્યાયે જ્ઞાન દીવડા જગ્યા, જાણે ગગનેથી,
ભાનુ આવી મળ્યા.
એવા તેજઃઅંબાર છલકાય....જય ગુરુવાણી અહો,
શ્રુતસાગર ઊછળ્યા મહાન....જય ગુરુવાણી અહો.
ધન્ય ધન્ય સીમંધરનંદન અહો....ધન્ય ધન્ય કુંદ કેડાયત અહો,
તારા ચરણોમાં રહીએ સદાય...જય ગુરુવાણી અહો.