સ્તવનમાળા ][ ૫૭
શ્રી સીમંધાર જિન – સ્તવન
વિદેહે વસ્યા ભગવાન, વંદન કરૂં ભાવથી હું;
શ્રી સીમંધર ભગવાન, વંદન કરૂં ભાવથી હું;
વીસ વિહરમાન ભગવાન, વંદન કરૂં ભાવથી હું;
પ્રભુ સમોસરણે બિરાજી રહ્યા,
પ્રભુ પૂર્ણ આનંદ મ્હાલી રહ્યા;
અહો મુનિવૃંદોના નાથ, વંદન કરૂં ભાવથી હું;
ધ્યેય ધ્યાન ધ્યાતા એકરૂપ બન્યા,
પ્રભુ ચિદ્દબિંબે મશગૂલ બન્યા;
ઓંકારે આનંદ ઉભરાય, વંદન કરૂં ભાવથી હું;
પૂર્ણજ્ઞાન અચિંત્ય રચના પ્રભુ,
દીસે લોક અલોક એક અણુ સમું,
(અહો) તું તો વીતરાગી ભગવાન — વંદન.
અનંતગુણ તરંગમાંહી ડોલી રહ્યા,
સુરેશ ચક્રેશ ચરણો પૂજી રહ્યા;
એવા ત્રણ ભુવનના નાથ – વંદન.
પ્રભુ સાદિ અનંત સુખ આતમભોગી,
પ્રભુ ગગનવિહારી જિનદેવ યોગી;
પ્રભુકૃપા નજરથી નિહાર, વંદન કરૂં ભાવથી હું;
પ્રભુ સુર અસુર તારી સેવા કરે,
ત્રિલોકીનાથ દેખી જેનું હૈયું ઝૂલે;
પ્રભુ ચારે તીરથ શણગાર – વંદન.
તુજ ભક્તિ તરંગે સેવક ઇચ્છે,
દર્શન દેખે તો અમૃતરસ પીવે;