૫૮ ][ શ્રી જિનેન્દ્ર
અમ લોચનિયાં તૃપ્ત તૃપ્ત થાય – વંદન.
પ્રભુ ચારિત્રપર્યાય હવે (ઝટ) આપજો,
અમ બાળકોને ચરણોમાં રાખજો;
સર્વ પર્યાયે કરજો સહાય – વંદન.
પ્રભુ વિદેહ ક્ષેત્રમાંહી વસી રહ્યા,
તુજ સેવક ભરતે દૂર રહ્યા;
તુજ પ્રભાવે વાંછિત (ફળ) થાય – વંદન.
શ્રી સ્તવન
( વિ.સં. ૨૦૦૫ની સાલમાં સૌરાષ્ટ્રમાં પૂજ્ય ગુરુદેવશ્રી
જિનબિંબોની પ્રતિષ્ઠા કરવા જતાં વિહાર પ્રસંગે)
આજે રાષ્ટ્રદેશમાં તોરણો બંધાય છે રે,
મારા સદ્ગુરુજી કરે છે વિહાર રે...
વીતરાગી આંબા રોપવા રે.
મારા સદ્ગુરુજી કરે છે વિહાર રે...
ધર્મના આંબા રોપવા રે.
એ ધર્મના આંબાના મૂળ ઊંડા ઊંડા રે,
એ તો ફાલી ફૂલી થાયે મોટાં વૃક્ષ રે,....
ધર્મના આંબા રોપવા રે.
જેના ફળે ફળે રસ ઘણો ટપકતો રે,
જેના ફળે આવે મુક્તિ કેરા ફાલ રે....
વીતરાગી આંબા રોપવા રે.
ગામો ગામમાં (દેશો દેશમાં) જિનાલય સ્થપાય છે રે.
ઘેર ઘેર વર્તે છે જયમાળ રે....વી. આં. રો.