સ્તવનમાળા ][ ૫૯
એવા દુર્લભ કલ્યાણિક દ્રશ્યો દેખવા રે,
મારા ગુરુજી પ્રતાપે દ્રશ્યો સંખ્યાબંધ રે,....વી. આં. રો.
જેવા કુંદકુંદદેવ ને નેમિચંદ્રદેવે કાર્યો કર્યાં રે,
તેવાં અદ્ભુત કાર્યો મારા ગુરુજી હાથ રે...વી. આં. રો.
શ્રી જિનેન્દ્ર મુદ્રા દેખી ભવ્યો નાચતા રે,
જિનના શાંતરસના કરશે સહુ પાન રે....વી. આં. રો.
શ્રી જિનેન્દ્ર શાસન જયવંત વર્તી રહ્યું રે,
એનો નાવડીયો છે મારો ગુરુજી કાન રે....વી. આં. રો.
એવા ગુરુજી ચરણે હું વારી વારી જાઉં રે,
એના વારણા ઉતારું વાંરવાર રે....વી. આં. રો.
ગુરુજી વિહાર મંગળ ઉત્તમ કાર્ય કરી રે,
ગુરુજી વ્હેલા વ્હેલા પધારો તીર્થધામ રે...વી. આં. રો.
ગુરુજી વ્હેલા વ્હેલા પધારો સેવક ઘેર રે...વી. આં. રો.
શ્રી જિન – સ્તવન
(વિ.સં. ૨૦૦૬ની સાલમાં સોનગઢ વિહાર કરી
પૂજ્ય ગુરુદેવશ્રી પધાર્યા તે પ્રસંગે)
લાખ લાખ વાર, ગુરુરાજના વધામણાં,
અંતરીયું હર્ષે ઉભરાય, રાજ મારે ધન્ય વધામણાં,
મોતીનો થાળ ભરી ગુરુરાજને વધાવીએ,
કેસર ચંદનની પૂજા રચાવીએ, આનંદથી લઈએ વધાઈ,
આજ મારે ધન્ય.
જિનવર પ્રતાપથી ગુરુજી નિહાળીયા;
દર્શનથી દિલડાં અમ હરખાઈયા, આનંદ ઉરમાં ન માય,
આજ મારે ધન્ય.