૬૦ ][ શ્રી જિનેન્દ્ર
મુક્તિનાં દ્વાર ગુરુરાજે ઉઘાડીયાં,
વીતરાગ સ્વરૂપના સ્થાપન કરાવીયા, જયકાર જગતે ગવાય,
જય જયકાર ગવાય,....આજ.
સુવર્ણપુરે સુવર્ણ ગુરુવર પધારીયા,
સુવર્ણમય ભૂમિના રંગો રંગાઈયા, સુવર્ણ દ્રશ્યો દેખાય,....
આજ મારે સ્વર્ણ વધામણાં.
શોભા બની સુવર્ણની સુવર્ણમય,
અમ જીવન બન્યાં છે સુવર્ણમય, સુવર્ણ ચરણોંની સેવ,...
આજ મારે સ્વર્ણ વધામણાં.
સુવર્ણપુરે સુવર્ણ વર્ષા વર્ષાવતા,
અચિંત્ય વાણીના નાદ ગજાવતા, અમૃતની રેલમછેલ....
આજ મારે અમૃત વધામણાં.
ગુરુજી પધારીયા સેવક આંગણીએ,
શી શી કરૂં વધામણાની વાતડી, રોમ રોમ હર્ષે ઉભરાય....
આજ મારે ગુરુવર પધારીયા.
કરુણાનિધિ શ્રી સદ્ગુરુદેવા,
નિશદિન ચાહું તુજ દર્શન મેવા, કેવળલક્ષ્મી પમાય....
(ભવો ભવ તાહરી ચાહું હું સેવા) આજ મારે ધન્ય.
મીઠાં મીઠાં ગીત ગુરુજીનાં ગજાવીએ,
સેવા ભક્તિની ધૂન મચાવીએ, ચરણોમાં રહીએ સદાય......
આજ મારે ધન્ય વધામણાં.