સ્તવનમાળા ][ ૬૧
શ્રી સ્તવન
(ઝીણી તે ઝીણી સમદરિયાની વેર – એ રાગ)
સત્ની વેળ્યું આવી સત્ મોઝાર,
વેરડીયું આવીને મોતી નીપજ્યા,
ઊલસ્યા તે ઉલસ્યા આમત દ્રવ્ય અપાર,
છૂટ્યાં બાળક સત્વર પ્રભુને ભેટીયા.
મળીયો રે મળીયો સ્વઘરનો સંગાથ,
મળીયો રે મળીયો દેવ – ગુરુનો સંગાથ;
અપૂર્વ શાંતિ મોક્ષપુરીમાં મ્હાલશું,
અપૂર્વ શાંતિ આત્મપુરીમાં ઝટ મ્હાલશું;
ભવ્ય જનોએ દીઠા તુમ દેદાર,
ભાગ્ય ખીલ્યા ને નીરખ્યા નયને નાથને,
સીમંધર પ્રભુજી ઉપશમ રસના કંદ,
જળહળ જ્યોતિ ત્રિલોકી જગતારક જિનજી,
નીરખ્યા તે નીરખ્યા ત્રણ ભુવનના દેવ,
હવે ન મૂકું જિનજી તરો છેડલો;
વિદેહી નાથ બિરાજે છે અમ દ્વાર,
સદ્ગુરુજી બિરાજે છે અમ દ્વાર.
ધન્ય ઘડી ધન્ય દિવસ જન્મ કૃતાર્થ છે. – સત્ની.
શ્રી કુંદકુંદદેવ – સ્તવન
(ગાગર ઉપર બેઠો લીલો હંસ રે)
ક્યો કુંદકુંદદેવ કિયો તમારો દેશ રે,
આ ક્યાં તમારાં બેસણાં રે;