Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 62 of 253
PDF/HTML Page 74 of 265

 

background image
૬૨ ][ શ્રી જિનેન્દ્ર
ભરત ક્ષેત્ર છે અમારો દેશ રે,
આ સીમંધર સભામાં બેસણાં રે;
આત્મ સ્વસ્થાને છે અમારો વાસ રે,
આ અનંત ગુણોમાં બેસણાં રે;
ક્યો કુંદકુંદદેવ કેમ કરી ગયા વિદેહ રે,
આ કેવા પ્રભુને નિહાળીયા રે;
ભક્તિભાવે ગયા અમે વિદેહ રે,
આ જિનેન્દ્ર અદ્ભુત નિહાળીયા રે;
સીમંધર પ્રભુના દિવ્યધ્વનિના છૂટ્યા નાદ રે,
કુંદકુંદે ઝીલ્યા ભાવથી રે;
અદ્ભુત ધ્વનિ સુણી થયા લયલીન રે;
આ વીતરાગ ભાવને ઘુંટીયા રે;
વળી ફરી આવ્યા ભરતક્ષેત્ર મોઝાર રે,
આ સમય પ્રાભૃતને ગુંથીયા રે;
આ ભરતક્ષેત્રે શ્રુતકેવળી કુંદકુંદ રે,
મહા મુનિયોના શિરોમણિ રે;
કુંદકુંદ પ્રભુના કેડાયત ગુરુ કહાન રે,
આ જગતઉદ્ધારક પ્રભુ જાગીયા રે;
સુવર્ણપુરી દિસે મહાવિદેહ સમાન રે,
સીમંધર પ્રભુજી પધારીયા રે;
તીર્થધામમાં વર્તે જય જયકાર રે,
આ મંગળ કાર્યો દિનદિન થાયે રે;
જયવંત વર્તે દેવ ગુરુજી શાસ્ત્ર રે,
આ શાસન જયવંત વર્તી રહ્યું રે.