સ્તવનમાળા ][ ૬૩
શ્રી સ્તવન
(આંબલિયો રે સખી – એ રાગ)
સમકિત સૂરજ સખી ઊગીયો સમતા રસથી નિરમળો,
આત્મ રસમાં ઝૂલે સદ્ગુરુદેવ સીમંધર પ્રભુ એમ ભણે;
મહાવિદેહ સીમંધર પ્રભુનો વાસ નિરખશું ક્યારે નાથને,
કોણ ગુરુજી સગું ને સારથી; શી રીતે પ્રભુને નયને નીરખાય
કિણ વિધ જિનજીને ભેટશું.
કુંદકુંદ પ્રભુ અમ સગા ને સારથી,
નિજઘર રમતા નયને નીરખાય નાથ ભેટાય ભક્તિભાવથી,
મળશે મળશે સીમંધર ભગવાન, સાક્ષાત્ ભેટશું જિનજીને,
ધન્ય ધન્ય આવે એ દિન મનોવાંછિત સિદ્ધશે.
શ્રી સ્તવન
( જિનવર દર્શનના જાગ્યા છે કોડ – એ રાગ)
વીર તારું શાસન આ ભરતે અજોડ,
જિણંદાની શીતળ એ છાંયડી;
જાગ્યા તુજ શાસનમાં કુંદ મુનિ સંત,
આચાર્ય પદ સોહે સોહામણાં.
સીમંધર દેવના સાક્ષાત્ દર્શનના;
ઊછળ્યા અંતર મુનિ કુંદકુંદદેવના;
વિદેહી જિન ભેટતા પૂરાય કોડ...આચાર્ય.
જ્ઞાન સાગર ભરી ભરતે પધારીયા,
દિવ્યધ્વનિના ધોધ વરસાવીઆ;
દીધા જ્ઞાન દર્શનનાં અણમૂલાં દાન....આચાર્ય.