૬૪ ][ શ્રી જિનેન્દ્ર
મહા માંગલિક દિન ઊગ્યો તે આજનો,
કુંદ મુનિરાજને આચાર્ય પદનો;
શાસનરક્ષક શિરોમણિ સંત...આચાર્ય.
વીર વીતરાગી સીમંધર જિણંદના,
અવિહડ ભક્ત ગુરુ કુંદકુંદ દેવના;
એવા મારા કહાન ગુરુ ભરતે અજોડ....આચાર્ય.
અખંડ ધરાએ સમય – પ્રાભૃતની,
કુંદ વાણીની મીઠી એ વીરડી,
પ્રસરાવી ગુરુએ ભરત મોઝાર;
જય હો જય હો કુંદ કહાન દેવ...આચાર્ય...વીર.
શ્રી સ્તવન
(પૂજ્ય ગુરુદેવ સૌરાષ્ટ્રમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરવા જતાં
વિહાર પ્રસંગે)
ભરતભૂમિમાં સોના સૂરજ ઊગીયો રે જિનજી,
સૌરાષ્ટ્રદેશમાં સદ્ગુરુ વિહાર – સુરનર આવો આવો
વિહાર મહોત્સવ ઊજવવા રે જિનજી.
સૌરાષ્ટ્રદેશમાં જિનાલયો ગુરુ સ્થાપતાં રે જિનજી,
અખંડ સ્થાપે મુક્તિ કેરા માર્ગ....સુર. આ. આ. વિ.
શાશ્વત સ્થાપે મુક્તિ કેરા માર્ગ....સુર. આ. આ. વિ.
સૌરાષ્ટ્રદેશમાં સદ્ગુરુ પગલાં થતાં રે જિનજી,
પગલે પગલે પૃષ્પવૃષ્ટિ થાય....સુર. આ. આ. વિ.
જિનેન્દ્ર પ્રતિષ્ઠા સન્મુખ ગુરુજી ચાલતાં રે જિનજી,
થાય છે કોઈ દેવદુંદુભિ નાદ....સુર. આ. આ. વિ.