આવ્યા આવ્યા ત્રિલોકી ભગવાન....સુર. આ. આ. વિ.
કરે છે કાંઈ વીતરાગભાવ પ્રકાશ....સુર. આ. આ. જિનવર.
નેત્ર ઉન્મિલન વિધિ પવિત્ર ગુરુજી હાથથી રે. જિનજી;
અંકન્યાસ વિધિ પવિત્ર ગુરુ હાથથી રે. જિનજી.
ભૂમંડળમાં દેવ ગુરુનાં તેજ....સુર. આ આ. જિનવર.
જિનેન્દ્ર પ્રતિષ્ઠા મંગળ ગુરુજી હાથથી રે. જિનજી.
થાયે છે કાંઈ ગગનમંડળમાં નાદ...સુર આ. આ. જિનવર,
કુંદકુંદદેવ ને નેમિચંદ્રદેવે કાર્યો કર્યાં રે. જિનજી.
તેવાં કાર્યો મારા ગુરુજી હાથ....સુર. આ. આ. જિનવર,
જિનેન્દ્ર મહિમા દેશોદેશ ફેલાવતાં રે. ગુરુજી.
કરે છે કાંઈ ધર્મચક્રીનાં કામ...સુર. આ. આ. જિનવર.
જિનેન્દ્ર મંગળ કાર્ય પૂરાં કરી રે. ગુરુજી,
વ્હેલા વ્હેલા પધારો તીર્થધામ
ક્યારે પધારે વ્હાલા સદ્ગુરુદેવ....સુર. આ .આ. વિ.
વિહાર કાર્યો જય જયવંત વરતી રહો રે