૬૬ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી ગુરુદેવ – સ્તવન
સાગર ઉછળ્યો ને જાણે લ્હેરીઓ ચડી,
ગુરુજીની વાણી એવા ગગને અડી;
પંખી ઉડતાતાં હતી એક આશડી,
તરસ્યું છીપે જો મળે મીઠી વીરડી....સાગર.
ઝાંઝવાના જળથી છીપી નહિ તરસડી,
એવા મિથ્યા નીરની જ્યારે ખબરું પડી....સાગર.
તરસ્યા જીવોને સત્ય વાટ સાંપડી,
કે ખારા સમુદ્ર છે એક મીઠી વીરડી....સાગર.
આત્મધર્મ બોધ્યો છીપાવી તરસડી,
અજ્ઞાન સમુદ્ર છો કાન જ્ઞાન વીરડી....સાગર
વિનવું પ્રભુ આપને હું પાયલે પડી,
અવિચળ વ્હેજો એ મારી મીઠી વીરડી....સાગર.
વિષાપહાર સ્તોત્ર
(દોહા)
નમોં નાભિનંદન બલી, તત્ત્વપ્રકાશનહાર,
તુર્યકાલકી આદિમેં, ભયે પ્રથમ અવતાર.
(કાવ્ય વા રોલા છંદ)
નિજ આતમમેં લીન જ્ઞાનકરિ વ્યાપત સારે,
જાનત સબ વ્યાપાર સંગ નહિં કછુ તિહારે;