૮૬ ][ શ્રી જિનેન્દ્ર
ધન્ય વિદેહી જીવ સાંભળે રે લાલ,
નિત્યે ઝૂલે જ્ઞાનકુંજમાં રે લાલ, ધન્ય અવતાર૦ ૪
નિરાવરણ સર્વજ્ઞ છો રે લાલ,
જગનામી વસો મુજ મંદિરે રે લાલ, ધન્ય અવતાર૦ ૫
સુરનરપતિ સેવા કરે રે લાલ,
તુજ ચરણાંબુજ ધ્યાવતા રે લાલ, ધન્ય અવતાર૦ ૬
મૈં તુમ શરણ ગ્રહ્યું ભાવથી રે લાલ,
સેવકને શરણે રાખજો રે લાલ, ધન્ય અવતાર
જિનરાજનો રે લાલ. ૭
ગુરુરાજ પ્રતાપે પ્રભુ ભેટશું રે લાલ,
અવશ્ય વાંછિત ફળ પામશું રે લાલ, ધન્ય અવતાર
જિનરાજનો રે લાલ. ૮
શ્રી કુંદકુંદાચાર્ય – સ્તવન
જુગ જુગ ચમકે સત્ ધર્મકા તારા,
સત્ ધર્મ પ્રસરો જગત દુલારા,
સત્ ધર્મ પ્રસરો જગહિતકારા,
કુંદકુંદ પ્રભુ આનંદકારા, મુમુક્ષુઓંકો પાવનકારા,
પદ્મનંદી પ્રભુ વિદેહ જાકર,
દિવ્યધ્વનિકા નાદ સુનકર,
સ્વાનુભવામૃત પાન કરનારા,
આચાર્યપદ – દિન આજ મનોહારા.
આચાર્યપદ – દિન આજ મંગળકારા.