સ્તવનમાળા ][ ૮૫
અચિંત્ય ન્યાયોની એ વર્ષા વરસાવતા,
ભવ્ય હૃદયો એ નીરથી ભીંજાય,
નિરપેક્ષ તત્ત્વ કેરું સ્વરૂપ સમજાવતા;
વાણી સુણી ચરણે નમી જાય....
વાણી સુણી શિર ઝૂકી જાય....
કહાન સંત લાગે મીઠા રે.
વીર શાસન શોભે કહાન ગુરુદેવથી,
સુરેન્દ્રો જન્મગીત ગાય,
સુરેન્દ્રો મંગળ — ગીત ગાય,
વર્તે અખંડ આણ કુંદ-કહાન દેવની,
જયકાર જન્મના ગવાય....
જય જય હો ગુરુ કહાન....
— કહાન ગુરુ લાગે મીઠા રે.
શાસન સંત લાગે મીઠા રે.
શ્રી જિન – સ્તવન
વિદેહી જિણંદજી સોહામણા રે લાલ,
ભક્તિ કરું હું તારી ભાવથી રે લાલ,
ધન્ય અવતાર જિનરાજનો રે લાલ. ૧
સમોસરણમાંહી બિરાજતા રે લાલ,
જ્ઞાન સમુદ્ર ઊછાળતા રે લાલ, ધન્ય અવતાર૦ ૨
દિવ્યધ્વનિના નાદ ગાજતા રે લાલ,
અનંત રહસ્ય આવે સામટા રે લાલ, ધન્ય અવતાર૦ ૩