૮૪ ][ શ્રી જિનેન્દ્ર
પામરને પ્રભુ પરખાવ્યા, ભક્તને ભગવાન ભેટાડ્યા
શાસનમાં.
ભક્તિભર્યું ચિત્ત ભેટ્યું ને ડગમગ ડોલ્યું શાસનમાં.
કોઈ જય જય બોલ્યું ને કો ચરણમાં નમ્યું શાસનમાં.
❑
શ્રી – સ્તવન
મીઠી લાગે છે કહાન જન્મની વધામણી,
મીઠા વધામણીના સૂર....
— કહાન જન્મ લાગે મીઠા રે.
અવનિને આંગણીએ સોહે સોહામણાં,
ભારતમાં જનમ્યા કુંવર કહાન,
રમતા’તા જન્મથી એ જ્ઞાન – રસ – કુંજમાં,
નીરખ્યા ઉજમબાના નંદ....
— ઉમરાળા ગામ લાગે મીઠા રે.
— જન્મધામ લાગે મીઠા રે.
નીરખ્યા નીરખ્યા મેં શાસન સોહામણાં,
હિંદમાંહિ એક ગુરુ કહાન,
અદ્ભુત શ્રુતજ્ઞાની વ્હાલા જગતને,
દીઠા ભવ્યોના તારણહાર....
— કહાન જન્મ લાગે મીઠા રે.
— શાસન સંત લાગે મીઠા રે.