સ્તવનમાળા ][ ૮૩
ઉષ્ણ તાપે ટોપે પરે, શીતળ સમીરે વૃક્ષ નીચે,
મેઘરાજ આગમન કાળે વિશાળ વૃક્ષની બખોલ માંહે,
ઉપસર્ગો પડતા છતાં એ જ્ઞાનમાં કેવળ જ્ઞેય જો,
વંદન જેને લાખો ક્રોડો. ૪
કોઈ ક્ષણે શાસ્ત્ર લખે, કોઈ ક્ષણે ભવી શુદ્ધ સ્વરૂપે ઠરે,
કોઈ ક્ષણે અભિગ્રહ ધરે, કોઈ ક્ષણે ભવી જીવ સંબોધે,
અહો! પુરાણ પુરુષ હૃદયે બિરાજજો,
વંદન જેને લાખો ક્રોડો. ૫
આ વિશ્વ વિષે કમલવત્ ભાસે મુનીશ્વર પદવી ધારી,
અહોહો! મુનિવરા તારી વાત સહુથી ન્યારી,
ધન્ય ધન્ય તારા માત ને તાત જો,
વંદન જેને લાખો ક્રોડો. ૬
શ્રી – સ્તવન
જૈન ડંકા વાગ્યા ને ભવ્યો જાગ્યા શાસનમાં;
રણકાર એ સૂણ્યા ને મનને ગમ્યા આનંદમાં.
વગાડનાર કોણ છે શૂરો ને ગુણમાં પૂરો શાસનમાં;
જોયું જગતમાં ફરીને નક્કી શોધી શાસનમાં.
દિવ્ય પુરુષ એ દીઠા ને કહાન નામે ઓળખ્યા શાસનમાં;
ચિત્તમાં ચમત્કાર ચીતર્યા ને વાણી અમૃત પીરસ્યાં
શાસનમાં.
વીતરાગી અરિહંતને ઓળખાવ્યા ને જયકાર ફેલાવ્યા
શાસનમાં.