૮૨ ][ શ્રી જિનેન્દ્ર
તેની વાણીથી મુક્ત થઈશું,
આત્મસુખથી ભરપૂર રહીશું,
ધર્મધ્યાનથી તરબોળ રહીશું;
હું તનથી, હું મનથી, હું તનમનધનથી ભક્તિ કરૂં,
કરો પ્રભુજી મ્હેર થયા લીલા લ્હેર લ્હેર. ૩
કનકમયી થાળમાં અર્ઘ લઈને;
કહાનપ્રભુ પૂજને જઈશું,
જીવન ધન્ય બનાવીશું;
હું તનથી, હું મનથી, તનમનધનથી ભક્તિ કરૂં,
કરો પ્રભુજી મ્હેર થયા લીલા લ્હેર લ્હેર. ૪
શ્રી સ્તવન
આવે છે હૈડામાં મુનિરાજની યાદ જો,
બાહ્ય અભ્યંતરથી નિર્ગ્રંથ લિંગ જો,
વંદન જેને લાખો ક્રોડો. ૧
છયે ખંડની વિભૂતિને ઠોકરે મારી, (૨)
જનમ્યા પ્રમાણે રૂપ ધર્યું, થયા વન વિહારી.
જેના સ્મરણમાત્રથી હૃદયે આનંદ જો,
વંદન જેને લાખો ક્રોડો. ૨
જ્ઞાનમાં સદા પ્રગતિશીલ છે જેનું તન મન,
મુખેથી કથે જે જૈન માર્ગ અણમૂલ છે હરેક વચન,
નાચતી આવે ઇન્દ્રાણી તોયે નહિ ડગન,
વંદન જેને લાખો ક્રોડો. ૩