કર્મરિપુવારક, આતમ-સાધક;
ધર્મચક્રીને કરું નમન હાં. ૧
શાંતિના કરનાર, ભવદુઃખ હરનાર;
પંચમચક્રીને કરું નમન હાં. ૨
સર્વભયવારક જગઉપકારક;
ધર્મસારથીને કરું નમન હાં. ૩
ગુણગણખાણી, નાથ શિવરાણી;
જગદીપકને કરું નમન હાં. ૪
દુઃખિજનવત્સલ ભવિજન-મંગલ;
શાસનપતિને કરું નમન હાં. ૫
દાસ-કલંકહારી, તુમ નામે જાઉં વારી;
વિશ્વબંધુને કરું નમન હાં. ૬
❀
શ્રી જિનેન્દ્ર – સ્તવન
(કવિત)
પ્રથમ અશોક, ફૂલકી વર્ષા, વાની ખિરહિં પરમ સુખકાર;
ચામર છત્ર સિંહાસન શોભિત, ભામંડલદ્યુતિ દિપૈ અપાર;
દુદુંભિ નાદ બજત આકાશહિં, તીન ભવનમેં મહિમા સાર,
સમવશરણ જિનદેવ સેવકો, યે ઉતકૃષ્ટ અષ્ટપ્રતિહાર. ૧
૮૪ ][ શ્રી જિનેન્દ્ર