ભવ બીજરૂપ રાગ – દ્વેષને, આપે કીધા દૂર;
અગમ અગોચર અમર વિભુ, આવ્યો શરણે હજૂરરે. શ્રી૦ ૪
પૂરણચંદ્ર સમ યશકીર્તિ; મન-મધુકર અરવિંદ;
સેવક માગે પૂર્ણ કળાને, પૂજીએ પાદારવિંદરે. શ્રી૦ ૫
❋
શ્રી વીર જિન – સ્તવન
(શી કહું કથની મારી હો રાજ – એ દેશી)
શી કરું કીરતિ તારી હો વીર! શી કરું કીરતિ૦ (ટેક)
જગચિંતામણી જગતના ગુરુ, જગબાંધવ જગનાથ!
જગતચૂડામણિ જગતઉદ્ધારક, જગપાલક જિનનાથ. હો૦ ૧
જગજનસજ્જન જગઉપકારી, જગતવત્સલ જયકાર;
જગહિતકારક જગજનતારક; જગતજંતુ-સુખકાર. હો૦ ૨
જગતઈશ્વર જગપરમેશ્વર, જગજન-રક્ષણહાર;
જગતભાવનું જાણે સ્વરૂપ તું, જગતતાત દુઃખહાર. હો૦ ૩
અશરણશરણ ભવભયભંજન, પરમદયાળ તુંહી દેવ,
ભવસિંધુમાં અનાથનો નાથ તું, કરુણાબંધુ જગદેવ. હો૦ ૪
મારા રે મુખમાં એક જ જીભડી, કહી ન શકું ગુણ તારા;
પૂરણચંદ્ર સમ કીર્તિ તારી પ્રભુ, દાસ નમે પાય તારા હો૦ ૫
❋
શ્રી સીમંધર – શાંતિનાથ જિન – સ્તવન
(મારું વચન – એ દેશી)
સીમંધરનાથજીને કરું નમન હાં....
શાંતિનાથજીને કરું નમન હાં....(ટેક)
સ્તવન મંજરી ][ ૮૩