જન્મ જરા ને મરણનિવારક, આતમજ્ઞાને ભરિયારે,
બલિહારી પ્રભુ તમારા નામને, વારી જાઉં ગુણ-દરિયારે; નમું૦ ૧
વસ્તુતત્ત્વનો પ્રકાશ કરતા, સુરનર પૂજિત પાયા;
કર્મગજેંદ્રની ઘટા નિવારી, કેસરીસિંહ જિનરાયારે; નમું૦ ૨
સર્વગુણોદધિ ચન્દ્રમા જિનજી, દેવોમાં દેવ કહાયા;
આતમરંગમાં ભંગ ન પાડ્યો, મ્હાલ્યા અચલ સુખરાયારે, નમું૦ ૩
વહી ગયા કાળચક્ર અનંતા, ભેટ્યાં આ ભવ મહારાયાં;
મ્હેર કરો પ્રભુ! દીન સેવક પર, ચરણે પ્રેમ લગાયારે; નમું૦ ૪
નિશ્ચય વ્યવહારે પ્રભુને પૂજતાં, પાતક જાય દુઃખદાયા;
અરિહંતાદિની આરાધનાથી, દાસ વરે શિવરાયારે; નમું૦ ૫
❏
શ્રી નેમિનાથ જિન – સ્તવન
(રાગ – વાસુપૂજ્ય વિલાસી ચંપાના વાસી)
શ્રી નેમિજિનેશ્વર, છો જગદીશ્વર, વંદીએ વારંવાર;
જગતના આધાર ધર્મના દાતાર વંદીએ વારંવાર. (ટેક)
બાલ બ્રહ્મચારી નેમિજિનેશ્વર, નિરખત નયનાનંદ;
લક્ષણ-લક્ષિત નિજ આતમથી સાધ્યો? પૂર્ણાનંદરે, શ્રી૦ ૧
ચંદન સમાન શાંતિ કરનારા, હર્તા કર્મનાં વૃંદ;
દ્રષ્ટિ સુધાસમ વદન મનોહર, સેવે સુરનર વૃંદરે. શ્રી૦ ૨
પરમ કૃપાળુ પરમ દયાળુ, સ્વભાવે પરમાનંદ;
પરમ પુરુષ પરમ પ્રધાન, કેવલ જ્ઞાનાનંદરે. શ્રી૦ ૩
૮૨ ][ શ્રી જિનેન્દ્ર