Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 438
PDF/HTML Page 99 of 456

 

background image
આજ દર્શન પાયા મૈંને, પ્રભુકે દરબારમેં (૨);
પૂરણ શશિસમ પ્રભુ રે, સેવક શાંતિ કરના. શાંતિ૦ ૭
શ્રી સીમંધર જિનસ્તવન
(કાલી કમલીવાલેએ દેશી)
પ્યારા સીમંધરદેવ, જિનને વંદું વાર હજાર;
પ્રભુને વંદું વાર હજાર. (ટેક)
ચંદ્ર-સૂરજ-સમ કાંતિ સોહે, ભવિજનનાં મનડાને મોહે,
દર્શન આનંદકાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
ભવ્યજનોના ભવ હરનારા, ત્રણ ભુવનમાં સુખ કરનારા;
ભવજલ-તારણહાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
મંગલ મૂરતિની બલિહારી, હર્ષથી વંદે સુરનરનારી,
વાણી આનંદકાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
શાસનનાયક તું જગદીવો, જગજનજીવન! ચિરંજીવો;
આતમને હિતકાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
આપ ચરણની સેવા માગું, દીનબંધુ! તુમ ચરણે લાગું;
ભક્ત કરો ઉદ્ધાર, જિનને વંદું વાર હજાર. (૨) પ્યા૦
શ્રી મુનિસુવ્રત જિનસ્તવન
(મન માયાના કરનારા રેએ દેશી)
મુનિસુવ્રત જિનરાયારે, નમું શાંતિકારક સુખદાયા;
ભવિતારક બિરુદ ધરાયારે; નમું શાંતિ. (ટેક)
સ્તવન મંજરી ][ ૮૧
6