Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 117 of 438
PDF/HTML Page 135 of 456

 

background image
કૃપાસિન્ધુ કૂટસ્થ અછાય, અનભવ અનારૂઢ અસહાય;
સુગમ અનન્તરામ ગુણગ્રામ, કરુણાપાલક કરુણાધામ. ૧૪
લોકવિકાશી લક્ષણવન્ત, પરમદેવ પરબ્રહ્મ અનન્ત;
દુરારાધ્ય દુર્ગસ્થ દયાલ, દુરારોહ દુર્ગમ દ્રિગપાલ. ૧૫
સત્યારથ સુખદાયક સૂર, શીલશિરોમણિ કરુણાપૂર;
જ્ઞાનગર્ભ ચિદ્રૂપ નિધાન, નિત્યાનન્દ નિગમ નિરજાન. ૧૬
અકથ અકરતા અજર અજીત; અવપુ અનાકુલ વિષયાતીત;
મંગલકારી મંગલમૂલ, વિદ્યાસાગર વિગતદુકૂલ. ૧૭
નિત્યાનન્દ વિમલ નિરુજાન, ધર્મધુરંધર ધર્મવિધાન;
ધ્યાની ધામવાન ધનવાન, શીલનિકેતન બોધનિધાન. ૧૮
લોકનાથ લીલાધર સિદ્ધ, કૃતી કૃતારથ મહાસમૃદ્ધ;
તપસાગર તપપુંજ અછેદ, ભવભયભંજન અમૃત અભેદ. ૧૯
ગુણાવાસ ગુણમય ગુણદામ, સ્વપરપ્રકાશક રમતારામ;
નવલ પુરાતન અજિત વિશાલ, ગુણનિવાસ ગુણગ્રહ ગુણપાલ. ૨૦
(દોહા)
લઘુરૂપી લાલચહરન, લોભવિદારન વીર,
ધારાવાહી ધૌતમલ, ધેય ધરાધર ધીર. ૨૧
(પદ્ધરિ છંદ)
ચિન્તામણિ ચિન્મય પરમ નેમ, પરિણામી ચેતન પરમ છેમ;
ચિન્મૂરતિ ચેતા ચિદ્વિલાસ, ચૂડામણિ ચિન્મય ચન્દ્રભાસ. ૨૨
૧ ‘વિપતિ અતીત’ ઐસા ભી પાઠ હૈ. ૨ વસ્ત્ર.
સ્તવન મંજરી ][ ૧૧૭