Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 118 of 438
PDF/HTML Page 136 of 456

 

background image
ચારિત્રધામ ચિત્ ચમત્કાર, ચરનાતમરૂપી ચિદાકાર;
નિર્વાચક નિર્મમ નિરાધાર, નિરજોગ નિરંજન નિરાકાર. ૨૩
નિરભોગ નિરાસ્રવ નિરાહાર, નગનરકનિવારી નિર્વિકાર;
આતમા અનક્ષર અમરજાદ, અક્ષર અબંધ અક્ષય અનાદ. ૨૪
આગત અનુકમ્પામય અડોલ, અશરીરી અનુભૂતી અલોલ;
વિશ્વંભર વિસ્મય વિશ્વટેક, વ્રજભૂષણ વ્રજનાયક વિવેક. ૨૫
છલભંજન છાયક છીનમોહ, મેધાપતિ અકલેવર અકોહ;
અદ્રૌહ અવિગ્રહ અગ અરંક, અદ્ભુતનિધિ કરુણાપતિ અબંક. ૨૬
સુખરાશિ દયાનિધિ શીલપુંજ, કરુણાસમુદ્ર કરુણાપ્રપ્રુંજ;
વજ્રોપમ વ્યવસાયી શિવસ્થ, નિશ્ચલ વિમુક્ત ધ્રુવ સુથિર સુસ્થ. ૨૭
જિનનાયક જિનકુંજર જિનેશ, ગુણપુંજ ગુણાકર મંગલેશ;
ક્ષેમંકર અપદ અનન્તપાનિ, સુખપુંજશીલ કુલશીલ ખાનિ. ૨૮
કરુણારસભોગી ભવકુઠાર, કુષિવત કૃશાનુ દારન તુસાર;
કૈતવરિપુ અકલ કલાનિધાન, ધિષણાધિપ ધ્યાતા ધ્યાનવાન. ૨૯
(દોહા)
છપાકરોપમ છલરહિત, છેત્રપાલ છેત્રજ્ઞ;
અંતરિક્ષવત ગગનવત્, હુતકર્મા કૃતયજ્ઞ. ૩૦
(પદ્ધરિ છન્દ)
લોકાંત લોકપ્રભુ લુપ્તસમુદ્ર, સંવર સુખધારી સુખસમુદ્ર;
શિવરસી ગૂઢરૂપી ગરિષ્ટ, બલરૂપ બોધદાયક વરિષ્ટ. ૩૧
વિદ્યાપતિ ધીધવ વિગતવામ, ધીવંત વિનાયક વીતકામ;
ધીરસ્વ શિલીદ્રમ શીલમૂલ, લીલાવિલાસ જિન શારદૂલ. ૩૨
૧. ચંદ્રોપમ.
૧૧૮ ][ શ્રી જિનેન્દ્ર