પરમારથ પરમાતમ પુનીત, ત્રિપુરેશ તેજનિધિ ત્રપાતીત;
તપરાશિ તેજકુલ તપનિધાન, ઉપયોગી ઉગ્ર ઉદોતવાન. ૩૩
ઉત્પાતહરણ ઉદ્દામધામ, વ્રજનાથ વિમક્ષર વિગતનામ;
બહુરૂપી બહુનામી અજોષ, વિષહરણ વિહારી વિગતદોષ. ૩૪
છિતિનાથ છમાધર છમાપાલ, દુર્ગમ્ય દયાર્ણવ દયામાલ;
ચતુરેશ ચિદાતમ ચિદાનંદ, સુખરૂપ શીલનિધિ શીલકન્દ. ૩૫
રસવ્યાપક રાજા નીતિવંત, ૠષિરૂપ મહર્ષિ મહમહંત;
પરમેશ્વર પરમૠષિ પ્રધાન, પરત્યાગી પ્રગટ પ્રતાપવાન. ૩૬
પરતક્ષપરમસુખ પરમમુદ્ર, હન્તારિ પરમગતિ ગુણસમુદ્ર;
સર્વજ્ઞ સુદર્શન સદાતૃપ્ત, શંકર સુવાસવાસી અલિપ્ત. ૩૭
શિવસમ્પુટવાસી સુખનિધાન, શિવપંથ શુભંકર શિખાવાન;
અસમાન અંશધારી અશેષ, નિર્દ્વન્દી નિર્જડ નિરવશેષ. ૩૮
(દોહા)
વિસ્મયધારી બોધમય, વિશ્વનાથ વિશ્વેશ,
બંધવિમોચન વજ્રવત બુધિનાયક વિબુધેશ. ૩૯
✾
(છન્દ રોડક)
મહામંત્ર મંગલનિધાન મલહરન મહાજપ,
મોક્ષસ્વરૂપી મુક્તિનાથ મતિમથન મહાતપ;
નિસ્તરઙ્ગ નિઃસઙ્ગ નિયમનાયક નંદીસુર,
મહાદાનિ મહજ્ઞાનિ મહાવિસ્તાર મહાગુર. ૪૦
સ્તવન મંજરી ][ ૧૧૯