Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 120 of 438
PDF/HTML Page 138 of 456

 

background image
પરિપૂરણ પરજાયરૂપ કમલસ્થ કમલવત,
ગુણનિકેત કમલાસમૂહ ધરનીશ ધ્યાનરત;
ભૂતિવાન ભૂતેશ ભારછમ ભર્મઉછેદક,
સિંહાસનનાયક નિરાશ નિરભયપદવેદક. ૪૧
શિવકારણ શિવકરન ભવિક બંધવ ભવનાશન,
નીરિરંશ નિઃસમર સિદ્ધિશાસન શિવઆસન;
મહાકાજ મહારાજ મારજિત મારવિહંડન,
ગુણમય દ્રવ્યસ્વરૂપ દશાધર દારિદખંડન. ૪૨
જોગી જોગ અતીત જગત ઉદ્ધારન ઉજાગર,
જગતબંધુ જિનરાજ શીલસંચય સુખસાગર;
મહાશૂર સુખસદન તરનતારન તમનાશન,
અગનિતનામ અનંતધામ નિરમદ નિરવાસન. ૪૩
વારિજવત જલજવત પદ્મ-ઉપ્પમ પંકજવત,
મહારામ મહધામ મહાયશવંત મહાસત;
નિજકૃપાલુ કરુણાલુ બોધનાયક, વિદ્યાનિધિ,
પ્રશમરૂપ પ્રશમીશ પરમજોગીશ પરમવિધિ. ૪૪
(વસ્તુ છન્દ)
શુભકારનશીલ ઇહ શીલ રાશિ સંકટ નિવારન,
ત્રિગુણાતમ તપતિહર પરમહંસ પરપંચવારન;
પરમ પદારથ પરમપથ, દુખભંજન દુરલક્ષ,
તોષી સુખપોષી સુગતિ, દમી દિગમ્બર દક્ષ. ૪૫
૧૨૦ ][ શ્રી જિનેન્દ્ર