Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 121 of 438
PDF/HTML Page 139 of 456

 

background image
(રોડક છન્દ)
પરમપ્રબોધ પરોક્ષરૂપ પરમાદનિકન્દન,
પરમધ્યાનધર પરમસાધુ, જગપતિ જગવંદન;
જિનજિનપતિજિનસિંહ, જગતમણિબુધકુલનાયક,
કલ્પાતીત કુલાલરૂપ, દ્રગ્મય દ્રગદાયક. ૪૬
કોપનિવારણ ધર્મરૂપ, ગુણરાશિ રિપુંજય,
કરુણાસદન સમાધિરૂપ શિવકર શત્રુંજય;
પરાવર્ત્તરૂપી પ્રસન્ન, આતમપ્રમોદમય;
નિજાધીન નિર્દ્વન્દ, બ્રહ્મવેદક વ્યતીતભય. ૪૭
અપુનર્ભવ જિનદેવ સર્વતોભદ્ર કલિલહર,
ધર્માકર ધ્યાનસ્થ ધારણાધિપતિ ધીરધર;
ત્રિપુરગર્ભ ત્રિગુણી ત્રિકાલ કુશલાતપપાદપ,
સુખમન્દિર સુખમય અનન્તલોચન અવિષાદપ. ૪૮
લોકઅગ્રવાસી ત્રિકાલસાખી કરુણાકર,
ગુણઆશ્રય ગુણધામ ગિરાપતિ જગતપ્રભાકર;
ધીરજ ધૌરી ધૌતકર્મ ધર્મ્મગ ધામેશ્વર,
રત્નાકર ગુણરત્નરાશિ રંજહર રામેશ્વર. ૪૯
નિરલિંગ શિવલિંગધાર બહુતુંડ અનાનન,
ગુણકદમ્બ ગુણરસિક રૂપગુણ-અંઘ્રિપ-કાનન;
સ્તવન મંજરી ][ ૧૨૧