નિરઅંકુશ નિરધારરૂપ નિજપર પરપ્રકાશક,
વિગતાસ્રવ નિરબંધ બંધહર બંધવિનાશક. ૫૦
વૃહત અનંક નિરંશ અંશગુણસિન્ધુ ગુણાલય,
લક્ષ્મીપતિ લીલાનિધાન વિતપતિ વિગતાલય;
ચન્દ્રવદન ગુણસદન ચિત્રધર્મ સુખથાનક,
બ્રહ્માચારી વજ્રવીય બહુવિધિ નિરવાનક. ૫૧
(દોહા)
સુખકદમ્બ સાધકસરન, સુજન ઇષ્ટસુખવાસ;
બોધરૂપ બહુલાતમક, શીતલ શીલવિલાસ. ૬૨
✧ ✧ ✧
(રૂપ ચૌપાઈ)
કેવલજ્ઞાની કેવલદરસી, સન્યાસી સંયમી સમરસી,
લોકાતીત અલોકાચારી, ત્રિકાલજ્ઞ ધનપતિ ધનધારી. ૫૩
ચિન્તાહરણ રસાયન રૂપી, મિથ્યાદલન મહારસકૂપી,
નિર્વૃતિકર્તા મૃષાપહારી, ધ્યાનધુરંધર ધીરજધારી. ૫૪
ધ્યાનનાથ ધ્યાયક બલવેદી, ઘટાતીત ઘટહર ઘટભેદી,
ઉદયરૂપ ઉદ્ધત ઉતસાહી, કલુષહરણહર કિલ્વિષદાહી. ૫૫
❋વીતરાગબુદ્ધિ સુવિચારી, ચન્દ્રોપમ વિતન્દ્ર વ્યવહારી;
અગતિરૂપ ગતિરૂપ વિધાતા, શિવવિલાસ શુચિમય સુખદાતા. ૫૬
❋ પાઠાંતરઃ વીતરાગ બુદ્ધિશ વિષારી.
૧૨૨ ][ શ્રી જિનેન્દ્ર