પરમપવિત્ર અસંખ્યપ્રદેશી, કરુણાસિંધુ અચિંત્ય અભેષી;
જગતસૂર નિર્મલ ઉપયોગી, ભદ્રરૂપ ભગવન્ત અભોગી. ૫૭
ભાનોપમ ભરતા ભવનાસી, દ્વન્દવિદારણ બોધવિલાસી;
કૌતુકનિધિ કુશલી કલ્યાણી, ગુરુ ગુસાઁઈ ગુણમય જ્ઞાની. ૫૮
નિરાતંક નિરવૈર નિરાસી, મેધાતીત મોક્ષપદવાસી;
મહાવિચિત્ર મહારસભોગી, ભ્રમભંજન ભગવાન અરોગી. ૫૯
કલ્મષભંજન કેવલદાતા ધારાધરન ધરાપતિ ધાતા;
પ્રજ્ઞાધિપતિ પરમ ચારિત્રી, પરમતત્ત્વવિત્ પરમવિચિત્રી. ૬૦
સંગાતીત સંગપરિહારી, એક અનેક અનન્તાચારી;
ઉદ્યમરૂપી ઊરધગામી, વિશ્વરૂપ વિજયી વિશ્રામી. ૬૧
(દોહા)
ધર્મવિનાયક ધર્મધુજ, ધર્મરૂપ ધર્મજ્ઞ;
રત્નગર્ભ ❋રાધારમણ, રસનાતીત રસજ્ઞ. ૬૨
✤ ✤ ✤
(રૂપ ચૌપાઈ)
પરમપ્રદીપ પરમપદદાની, પરમપ્રતીતિ પરમરસજ્ઞાની;
પરમજ્યોતિ અઘહરન અગેહી, અજિત અખંડ અનંત અદેહી. ૬૩
અતુલ અશેષ અરેષ અલેષી, અમન અવાચ અદેખ અભેષી;
અકુલ અગૂઢ અકાય અકર્મી, ગુણધર ગુણદાયક ગુણમર્મ્મી. ૬૪
❋ આરાધનામાં રમનારા.
સ્તવન મંજરી ][ ૧૨૩