Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 124 of 438
PDF/HTML Page 142 of 456

 

background image
નિસ્સહાય નિર્મ્મમ નીરાગી, સુધારૂપ સુપથગ સૌભાગી;
હતકૈતવી મુક્તસંતાપી, સહજસ્વરૂપી સબવિધિ વ્યાપી. ૬૫
મહાકૌતુકી મહદ વિજ્ઞાની, કપટવિદારન કરુણાદાની,
પરદારન પરમારથકારી, પરમપૌરુષી પાપપ્રહારી. ૬૬
કેવલબ્રહ્મ ધરમધનધારી, હતવિભાવ હતદોષ હઁતારી;
ભવિકદિવાકર મુનિમૃગરાજા, દયાસિંધુ ભવસિંધુ જહાજા. ૬૭
શંભુ સર્વદર્શી શિવપંથી, નિરાબાધ નિઃસંગ નિર્ગ્રન્થી;
યતી યંત્રદાહક હિતકારી, મહામોહબારન બલધારી. ૬૮
ચિત્રી ચિત્રગુપ્ત ચિદવેદી, શ્રીકારી સંસાર ઉછેદી;
ચિતસન્તાની ચેતનવંશી, પરમાચારી ભરમવિધ્વંશી. ૬૯
સદાચરણ સ્વશરણ શિવગામી, બહુદેશી અનંત પરિણામી;
વિતથભૂમિદારન હલપાની, ભ્રમવારિજવનદહન હિમાની. ૭૦
ચારુ ચિદંકિત દ્ધન્દાતીતી, દુર્ગરૂપ દુર્લ્લભ દુર્જીતી;
શુભકારણ શુભકર શુભમંત્રી જગતારન જ્યોતીશ્વર જંત્રી. ૭૧
(દોહા)
જિનપુઙ્ગલ જિનકેહરી, જ્યોતિરૂપ જગદીશ;
મુક્તિ મુકુન્દ મહેશ હર, મહદાનંદ મુનીશ. ૭૩
(મંગલકમલા)
દુરિતદલન સુખકન્દ, હતભીત અતીત અમન્દ;
શીલશરણ હતકોપ, અનભંગ અનંગ અલોપ. ૭૩
૧૨૪ ][ શ્રી જિનેન્દ્ર