Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 125 of 438
PDF/HTML Page 143 of 456

 

background image
હંસગરભ હતમોહ, ગુણસંચય ગુણસન્દોહ;
સુખસમાજ સુખગેહ, હતસંકટ વિગત સનેહ. ૭૪
ક્ષોભદલન હતશોક; અગણિત બલ અમલાલોક,
ધૃતસુધર્મ કૃતહોમ, સતસૂર અપૂરવ સોમ. ૭૫
હિમવત હતસંતાપ વ્રજવ્યાપી વિગતાલાપ;
પુણ્યસ્વરૂપી પૂત, સુખસિંધુ સ્વયં સંભૂત. ૭૬
સમયસાર શ્રુતિધાર, અવિકલપ અજલ્પાચાર;
શાંતિકરન ધૃતશાંતિ કલરૂપ મનોહરકાન્તિ. ૭૭
સિંહાસનપર આરૂઢ, અસમંજસહરન અમૂઢ;
લોકજયી હતલોભ, કૃતકર્મવિજય ઘૃતશોભ. ૭૮
મૃત્યુંજય અનજોગ અનુકમ્પ અશંક અસોગ;
સુવિધિરૂપ સુમતીશ, શ્રીમાન મનીષાધીશ. ૭૯
વિદિત વિગત અવગાહ, કૃતકારજ રૂપ અથાહ;
વર્દ્ધમાન ગુણભાન કરુણાધર લીલવિધાન. ૮૦
અક્ષયનિધાન અગાધ, હતકલિલ નિહતઅપરાધ;
સાધ્યરૂપ સાધક ધની, મહિમા ગુણમેરુ મહામની. ૮૧
દૂસરી પુસ્તકોમેં ‘ત્રિગુણાતમ જિનસન્દોહ’ ઐસા પાઠ હૈ.
સ્તવન મંજરી ][ ૧૨૫