ઉત્પત્તિ-વ્યય-ધ્રુવવાન, ત્રિપદી ત્રિપુંજ ત્રિવિધાન;
જગજીત જગદાધાર, કરુણાગૃહ વિપત્તિવિદાર. ૮૨
જગસાક્ષી વરવીર ગુણગેહ મહાગંભીર;
અભિનંદન અભિરામ, પરમેયી પરમોદ્દામ. ૮૩
(દોહા)
સગુણ વિભૂતી વૈભવી સેમુષીશ સંબુદ્ધ;
સકલ વિશ્વકર્મા અભવ, વિશ્વવિલોચન શુદ્ધ. ૮૪
❒
(મંગલકમલા)
શિવનાયક શિવ એવ, પ્રબલેશ પ્રજાપતિ દેવ;
મુદિત મહોદય મૂલ, અનુકમ્પા સિંધુ અકૂલ. ૮૫
નીરોપમ ૧ગતપંક, નીરીહત નિર્ગતશંક;
નિત્ય નિરામય ભૌન, નીરન્ધ્ર નિરાકુલ ગૌન. ૮૬
પરમ-ધર્મરથસારથી, ધૃત કેવલરૂપ કૃતારથી;
પરમ વિત્ત ભંડાર, સંવરમય સંયમધાર. ૮૭
શુભી સરવગત સંત, શુદ્ધોધન શુદ્ધ સિદ્ધંત,
નૈયાયક નયજાન, અવિગત અનંત અભિધાન. ૮૮
કર્મનિર્જરામૂલ, અઘભંજન સુખદ અમૂલ,
અદ્ભુત રૂપ અશેષ, અવગમનિધિ અવગમભેષ. ૮૯
૧ ગતપંક = પાપરહિત
૧૨૬ ][ શ્રી જિનેન્દ્ર