Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 127 of 438
PDF/HTML Page 145 of 456

 

background image
બહુગુણ-રત્નકરંડ, બ્રહ્માંડ-રમણ-બ્રહ્મંડ;
વરદ બંધુ ભરતાર, મહદંગ મહાનેતાર. ૯૦
ગતપ્રમાદ ગતપાસ, નરનાથ નિરાથ નિરાસ;
મહામંત્ર મહાસ્વામી, મહદર્થ મહાગતિ-ગામિ. ૯૧
મહાનાથ મહજાન, મહપાવન મહાનિધાન,
ગુણાગાર ગુણવાસ, ગુણમેરુ ગંભીર વિલાસ. ૯૨
કરુણામૂલ નિરંગ, મહદાસન મહારસંગ;
લોકબન્ધુ હરિકેશ, મહદીશ્વર મહદાદેશ. ૯૩
મહાવિભુ મહધવવંત ધરણીધર ધરણીકંત;
કૃપાવંત કલિગ્રામ, કારણમય કરનવિરામ. ૯૪
માયાવેલિ ગયન્દ, સમ્મોહતિમિરહર-ચન્દ;
કુમતિ નિકન્દન કાજ, દુખગજભંજન-મૃગરાજ. ૯૫
પરમતત્ત્વસત સંપદા, ત્રિગુણી ત્રિકાલદર્શી સદા;
કોપદવાનલ નીર, મદનીરદહરણ સમીર. ૯૬
ભવકાંતાર-કુઠાર સંશયમૃણાલઅસિધાર;
લોભશિખરનિર્ઘાત વિપદાનિશિહરણપ્રભાત. ૯૭
સ્તવન મંજરી ][ ૧૨૭