તજી ભોગ લઈ યોગ ચારિત્ર પાળે,
ધરી ધ્યાન અધ્યાત્મ ઘનઘાતિ ટાળે;
લહે કેવલજ્ઞાન સુર કોડિ આવે,
સમવસરણ મંડાઈ સવિ દોષ જાવે. ૨
ઘટે દ્રવ્ય જગદીશ અવતાર ઐસો;
કહો ભાવ જગદીશ અવતાર કૈસો!
રમે અંશ આરોપ ધરી ઓઘદ્રષ્ટિ;
લહે પૂર્ણ તે તત્ત્વ જે પૂર્ણદ્રષ્ટિ. ૩
ત્રિકાલજ્ઞ અરિહંત જિન પારગામી,
વિગતકર્મ પરમેષ્ઠી ભગવંત સ્વામી;
પ્રભુ બોધિદાયક આપ્ત સ્વયંભૂ,
જ્યો દેવ તીર્થંકરો તૂં જ શંભુ. ૪
ઇસ્યાં સિદ્ધ – જિનનાં કહ્યાં સહસ્ર નામ,
રહો શબ્દ-ઝગડો લહો શુદ્ધ ધામ;
શ્રી જિનરાજ બુધ ચરણ સેવી,
કહે શુદ્ધપદમાંહિ નિજ દ્રષ્ટિ દેવી. ૫
❀
જિનેન્દ્ર – સ્તવન
(ભુજંગપ્રયાત વૃત્ત)
જગન્નાથ જગદીશ જગબંધુ નેતા,
ચિદાનંદ ચિત્કંદ ચિન્મૂર્તિ ચેતા;
સ્તવન મંજરી ][ ૧૨૯
9