મહા મોહ ભેદી, અમાયી અવેદી,
તથાગત તથારૂપ ભવ તરુ-ઉચ્છેદી. ૧
નિરાતંક નિકલંક નિરમલ અબંધો,
પ્રભો દીનબંધો કૃપાનીર સીંધો;
સદાતન સદાશિવ સદા શુદ્ધ સ્વામી,
પુરાતન પુરુષ પુરુષવર વૃષભગામી. ૨
પ્રકૃતિ રહિત હિત વચન માયાતીત,
મહાપ્રાજ્ઞ મુનિયજ્ઞ પુરુષ પ્રતીત;
દલિત કર્મભર કર્મફલ સિદ્ધિદાતા,
હૃદય પૂત અવધૂત નૂતન વિધાતા. ૩
મહાજ્ઞાન યોગી મહાત્મા અયોગી,
મહા ધર્મ સંન્યાસ વર લચ્છી ભોગી;
મહા ધ્યાન લીનો સમુદ્રો અમુદ્રો,
મહા શાંત અતિદાંત માનસ અરુદ્રો. ૪
મહેંદ્રાદિકૃતસેવ દેવાધિદેવ,
નમો તે અનાહત ચરણ નિત્યમેવ;
જગન્નાથ જગદીશ જગબંધુ નેતા,
ચિદાનંદ ચિત્કંદ ચિન્મૂર્તિ ચેતા. ૫
❋ ❋ ❋
૧૩૦ ][ શ્રી જિનેન્દ્ર