શ્રી સીમંધર જિન – સ્તવન
(રાગ – શાંતિજિન એક મુજ વિનંતી)
એણી પરે મેં પ્રભુ વિનવ્યો, સીમંધર ભગવંતો રે;
જાણું હું ધ્યાને પ્રગટ હુતો, કેવલ-કમલાનો કંતો રે...
જ્યો જ્યો જગગુરુ જય ધણી. ૧
તું પ્રભુ હું તુજ સેવકો, એ વ્યવહાર વિવેકો રે;
નિશ્ચયનય નહિ આંતરો, શુદ્ધાતમ ગુણ એકો રે.....
જ્યો૦ ૨
જિણે આરાધન તુજ કર્યું, તસ સાધન કુણ લેખે રે;
દૂર દેશાંતર કુણ ભમે, જે સુરમણિ ઘર દેખે રે.....
જ્યો૦ ૩
અગમ અગોચર નય-કથા, પાર કુણે નવિ લહીએ રે...
તેણે તુજ શાસન એમ કહ્યું, બહુશ્રુત-વયણડે રહીએ રે...
જ્યો૦ ૪
તું મુજ એક હૃદયે વસ્યો, તુંહી જ પર ઉપગારી રે;
ભરત-ભવિક-હિત-અવસરે, મુજ મત મેલો વિસારી રે..
જ્યો૦ ૫
✲
સ્તવન મંજરી ][ ૧૩૧