શ્રી સીમંધર જિન – સ્તવન
એમ ઢુંઢતાં રે ધર્મ સોહામણો,
મિલિયા સદ્ગુરુ એક;
તેણે સાચો રે મારગ દાખવ્યો;
આણી હૃદય વિવેક......
શ્રી સીમંધર સાહિબ! સાંભળો.......૧
પરઘર જોતાં રે ધર્મ તુમે ફરો,
નિજઘર ન લહો રે ધર્મ;
જિમ નવિ જાણે રે મૃગ કસ્તૂરીયો,
મૃગમદ પરિમલમર્મ.......શ્રી૦ ૨
જિમ તે ભૂલો રે મૃગ દિશિદિશિ ફરે;
લેવા મૃગમદગંધ;
તિમ જગ ઢુંઢે રે બાહિર ધર્મને,
મિથ્યાદ્રષ્ટિ રે અંધ......શ્રી૦ ૩
જાતિઅંધનો રે દોષ ન આકરો,
જે નવિ દેખે રે અર્થ;
મિથ્યાદ્રષ્ટિ રે તેહથી આકરો,
માને અર્થ અનર્થ.......શ્રી૦ ૪
આપ પ્રશંસે રે પરગુણ ઓલવે,
ન ધરે ગુણનો રે લેશ;
૧૩૨ ][ શ્રી જિનેન્દ્ર