તે જિનવાણી રે નવિ શ્રવણે સૂણે,
દિએ મિથ્યા ઉપદેશ....શ્રી૦ ૫
જ્ઞાનપ્રકાશેરે મોહતિમિર હરે;
જેહને સદ્ગુરુ-સૂર;
તે નિજ દેખેરે સત્તા ધર્મની,
ચિદાનંદ ભરપૂર.....શ્રી૦ ૬
જિમ નિરમલતા રે રતનસ્ફટિકતણી,
તિમ એ જીવ-સ્વભાવ;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશીયો,
પ્રબલકષાય – અભાવ....શ્રી૦ ૭
જિમ તે રાતેરે ફૂલે રાતડું,
શ્યામ ફૂલથીરે શ્યામ;
પાપ-પુણ્યથીરે તિમ જગ-જીવને,
રાગદ્વેષ-પરિણામ........શ્રી૦ ૮
ધર્મ ન કહિયે રે નિશ્ચે તેહને,
જેહ વિભાવ વડવ્યાધિ;
શ્રી સદ્ગુરુએરે એણીપેરે ભાખીયું,
કરમે હોયે ઉપાધિ.....શ્રી૦ ૯
જે જે અંશેરે નિરુપાધિકપણું,
તે તે જાણોરે ધર્મ;
સ્તવન મંજરી ][ ૧૩૩