Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 134 of 438
PDF/HTML Page 152 of 456

 

background image
સમ્યગ્દ્રષ્ટિ રે ગુણઠાણા થકી,
જાવ લહે શિવશર્મ.....શ્રી૦ ૧૦
એમ જાણીને રે જ્ઞાનદશા ભજી,
રહીએ આપ સ્વરૂપ;
પરપરિણતિથી રે ધર્મ ન છાંડિએ,
નવિ પડિએ ભવકૂપ.....શ્રી૦ ૧૧
શ્રી પાર્શ્વજિનસ્તવન
(હો કુંથુજિન! મનડું કીમહી ન બાજેએ દેશી)
અનુભવ અમૃતવાણી હો પાર્શ્વજિન!
અનુભવ અમૃતવાણી;
સુરપતિ ભયા જે નાગ શ્રીમુખથી,
તે વાણી ચિત્ત આણી હો.....પાર્શ્વજિન૦ ૧
સ્યાદ્વાદમુદ્રા મુદ્રિત શુચિ,
જિમ સુરસરિતા પાણી;
અંતર મિથ્યાભાવ-લતા જે,
છેદણ તાસ કૃપાણી હો.....પાર્શ્વજિન૦ ૨
અહો નિશીનાથ અસંખ્ય મળ્યા તિમ,
તિરછે અચરિજ એહી;
લોકાલોક પ્રકાશ અંશ જસ,
તસ ઉપમા કહો કેહી હો....પાર્શ્વજિન૦ ૩
૧૩૪ ][ શ્રી જિનેન્દ્ર